Ingredients | સામગ્રી |
1. 200gm Semolina / Rice Flour Fine 2. 50gm Gram Flour 3. 2 Cup Butter Milk 4. Salt as per Taste 5. 1 Spoon Green Chilies Paste 6. 1 Spoon Ginger Paste 7. 1/2 Spoon Turmeric Powder 8. 3 Spoon Oil 9. 1 Spoon Soda Bi-Carb or ENO 10. Squeeze Juice of 1 Lemon 11. 1 Spoon Black Mustard Seeds 12. 10-12 Coriander Leaves 13. 1 Spoon Red Chili Powder | 1. ૨૦૦ ગ્રામ રવો / કકરો ચોખાનો લોટ 2. ૫૦ ગ્રામ બેસન (ચણા નો લોટ) 3. ૨ કપ છાશ 4. સ્વાદ અનુસાર મીઠું 5. ૧ ચમચી લીલા મરચાની પેસ્ટ 6. ૧ ચમચી આદુની પેસ્ટ 7. ૧/૨ ચમચી હળદર 8. ૩ ચમચી તેલ 9. ૧ ચમચી સોડા બાય -કાર્બ કે ઈનો 10. ૧ લીંબુનો રસ 11. ૧ ચમચી તેલ 12. ૧૦-૧૨ કોથમીરના પત્તા 13. ૧ ચમચી લાલ મરચું |
Method | પદ્ધતિ |
1. Mix Semolina, Gram Flour and Butter Milk in a bowl and stir it well. 2. Make as smooth as possible. 3. Mixture should be consistent and thick. 4. Add Salt and keep in dry place for about 4 hours. 5. Add Ginger - Green Chili Paste, Turmeric Powder into mixture and mix well. 6. Prepare pressure cooker on gas stove. 7. Grease the backing plate with some Oil. 8. Take a small bowl and add 1 spoon Soda Bi-Card or ENO, Lemon Juice and 1 spoon Oil and mix them well. 9. Add this in to prepared mixture. 10. Pour final mixture over greased plate and cook for 10-12 minutes in cooker. 11. Cool for about 10 minutes and cut into cubes. 12. For seasoning heat 2 spoons Oil in small fry pan. 13. Add Black Mustard Seeds. 14. Spread seasoning over Dhokla. 15. Garnish the Dhokla with Coriander and Red Chili Powder. 16. Serve with Chutney/Souse/Pickle. | 1. રવો, બેસન અને છાશને એક તપેલીમાં લઇને બરાબર મિક્ષ કરો. 2. શક્ય એટલું એકરસ કરી લો. 3. મિશ્રણ એકરસ અને ઘટ્ટ હોવું જરૂરી છે. 4. મિશ્રણમાં થોડું મીઠું ઉમેરો અને ૪ કલાક માટે સુકી જગ્યા ઉપર મૂકી રાખો. 5. હવે મિશ્રણમાં આદું મરચાની પેસ્ટ અને હળદર ઉમેરો, બરાબર હલાવો. 6. બીજી બાજુ ગેસ ઉપર પ્રેશર કૂકર તૈયાર કરો. 7. એક નાની થાળી કે ડીશ લઈને તેને તેલ વાળી કરી દ્યો. 8. એક વાડકીમાં ૧ ચમચી સોડા બાય -કાર્બ કે ઈનો, લીંબૂનો રસ અને ૧ ચમચી તેલ લઈને બરાબર મિક્ષ કરી લો. 9. ઢોકળાના તૈયાર કરેલ મિશ્રણમાં તેને નાખી દો. 10. હવે આ મિશ્રણને તેલ વળી કરેલી ડીશમાં પાથરી દો અને ૧૦-૧૨ મિનીટ માટે કૂકરમાં બાફી લો. 11. ૧૦ મિનીટ કૂકર ઠંડુ થવા દઈ ઢોકળાના ચોસલા કાપી લો. 12. હવે વઘાર કરવા માટે ૨ ચમચી તેલ કડાઈમાં ગરમ કરો. 13. તેમાં રાઈનો વઘાર કરો. 14. વઘારને ઢોકળા ઉપર સમાન રીતે રેડી દો. 15. કોથમીરના પત્તાથી અને લાલ મરચાથી ઢોકળાને શણગારો. 16. ચટણી/સોસ/અથાણા સાથે પીરસો. |
Thursday, January 7, 2010
Dhokla - ઢોકળા
Subscribe to:
Post Comments (Atom)
yummi yumii..... i like dhokla !! thanks for posting !
ReplyDelete