સામગ્રી:
૫૦૦ ગ્રામ ચણાની દાળ,
૨૦૦થી અઢીસો ગ્રામ તેલ,
અર્ધી ચમચી રાઈ,
૧ ચમચી તલ,
૧ ચમચી વાટેલું લસણ,
૨ ચમચી વાટેલાં મરચાં,
૧ ચમચી ખાંડ,
૧ લીંબુ, ૨૫૦ ગ્રામ ઝીણી સેવ,
અર્ધો કપ કોપરાની છીણ,
૧ દાડમ,
૪ ચમચી ઝીણી સમારેલી કોથમીર, પ્રમાણસર મીઠું
રીત:
ચણાની દાળને છ કલાક પાણીમાં પલાળીને વાટો. હવે તેને કૂકરમાં વરાળથી બાફીને ચાળણાથી ચાળી નાખો.
એક વાસણમાં વઘાર માટે તેલ, રાઈ, તલ મૂકીને વાટેલું લસણ નાખી વધારો. તેમાં દાળ નાખો. મીઠું, વાટેલા મરચાં, ખાંડ નાખો. થોડું પાણી નાખો. લીંબુ નીચોવો.
સાંતળાઈ જાય એટલે નીચે ઉતારી ડીશમાં કાઢી તેની પર ઈચ્છા મુજબ ઝીણી સેવ, કોપરાની છીણ, લાલ દાડમ અને કોથમીર ભભરાવીને પીરસો.
No comments:
Post a Comment