- Mix Gram Flour, Semolina, Black Lentil Flour and Butter Milk in a bowl and stir it well.
- Make as smooth as possible.
- Mixture should be consistent and thick.
- Add Salt and keep in dry place for about 4 hours.
- Add Ginger - Green Chili Paste, Turmeric Powder into mixture and mix well.
- Prepare pressure cooker on gas stove.
- Grease the backing plate with some Oil.
- Take a small bowl and add 1 spoon Soda Bi-Card or ENO,Lemon Juice and 1 spoon Oil and mix them well.
- Add this in to prepared mixture.
- Pour final mixture over greased plate and cook for 10-12 minutes in cooker.
- Cool for about 10 minutes and cut into cubes.
- For seasoning heat 2 spoons Oil in small fry pan.
- Add Black Mustard Seeds.
- Spread seasoning over Khaman.
- Garnish the Khaman with Coriander and Fried Green Chili.
- Serve with Chutney.
| - બેસન , રવો, અડદનો લોટ અને છાશને એક તપેલીમાં લઇને બરાબર મિક્ષ કરો.
- શક્ય એટલું એકરસ કરી લો.
- મિશ્રણ એકરસ અને ઘટ્ટ હોવું જરૂરી છે.
- મિશ્રણમાં થોડું મીઠું ઉમેરો અને ૪ કલાક માટે સુકી જગ્યા ઉપર મૂકી રાખો.
- હવે મિશ્રણમાં આદું મરચાની પેસ્ટ અને હળદર ઉમેરો, બરાબર હલાવો.
- બીજી બાજુ ગેસ ઉપર પ્રેશર કૂકર તૈયાર કરો.
- એક નાની થાળી કે ડીશ લઈને તેને તેલ વાળી કરી દ્યો.
- એક વાડકીમાં ૧ ચમચી સોડા બાય -કાર્બ કે ઈનો, લીંબૂનો રસ અને ૧ ચમચી તેલ લઈને બરાબર મિક્ષ કરી લો.
- ઢોકળાના તૈયાર કરેલ મિશ્રણમાં તેને નાખી દો.
- હવે આ મિશ્રણને તેલ વળી કરેલી ડીશમાં પાથરી દો અને ૧૦-૧૨ મિનીટ માટે કૂકરમાં બાફી લો.
- ૧૦ મિનીટ કૂકર ઠંડુ થવા દઈ ખમણ ના ચોસલા કાપી લો.
- હવે વઘાર કરવા માટે ૨ ચમચી તેલ કડાઈમાં ગરમ કરો.
- તેમાં રાઈનો વઘાર કરો.
- વઘારને ઢોકળા ઉપર સમાન રીતે રેડી દો.
- કોથમીરના પત્તાથી અને તળેલા લીલા મરચાથી ખમણ ને શણગારો.
- ચટણી સાથે પીરસો.
|
No comments:
Post a Comment