Muthiya…
- Mix Gram Flour, Fenugreek Leaf, Ginger-Green Chili Paste and Salt.
- Add some water and knead it.
- Make handful pieces (Muthiya) of kneaded dough.
- Take some Oil in fry pan and fry all Muhtiya one by one.
- Keep them aside.
Undhiyu…
- Clean all vegetables with water.
- Create a mixture of Ginger-Chili Paste, Coconut Scrap, Crushed Sesame Seeds, Crushed Green Pigeon Pea, Green Garlic Paste, Coriander Leaves, Cumin Seed Powder, Salt, Sugar and Garam Masala in a bowl.
- Cross cut Purple Yam, Sweet Potato, Baby Brinjals, Potato from one up to more than half, and feel with created mixture.
- Cut down French Beans in pieces.
- Take one big vessel with thick bottom and add 4 spoon Oil and put on to gas stove.
- When oil heated add Black Mustard Seed and Carom Seed.
- After crackling pour French Beans Pieces in to it.
- Add Salt in it and let heat that for 5-7 minutes.
- Add Purple Yam, Sweet Potato, Baby Brinjals, Potato feel with mixture in to it.
- Cover the vessel with big plate.
- Stir time to time so it doesn’t stick into vessel.
- After all vegetables cooked inside vessels add Muthiyas into it.
- Stir one more time and cover vessel once again, than turn off gas stove.
- Keep it for 15-20 minutes.
- Decorate with Coconut Scrap,Coriander Leaves and Serve HOT.
| મુઠીયા...
1. બેસન, મેથી, આદું-મરચાની પેસ્ટ અને મીઠું એક સાથે મિક્ષ કરો.
2. થોડુક પાણી ઉમેરી ને ગુંદી લો.
3. ત્યાર બાદ તેના નાના-નાના લુવા (મુઠીયા) બનાવી લો
4. કડાઈની અંદર તેલ લઇ તેમાં બધા મુઠીયા એક પછી એક તળી લો.
5. અને તેને એક બાજુ મૂકી દો.
ઊંધિયું…
1. બધા શાકને ચોક્ખા પાણીથી ધોઈ લો.
2. એક તપેલીમાં આદું-મરચાની પેસ્ટ, અડધી ટોપરાની છીણ, વાટેલા તલ, લીલી તુવેરના દાણા, વાટેલા લીલું લસણ, થોડો, ધાણા-જીરુ, સ્વાદ અનુસાર મીઠું, ખાંડ, ગરમ મસાલો વગેરે લઈને મિશ્રણ તૈયાર કરો.
3. રતાળુ, શક્કરિયાં, બટાકા, રીંગણ વગેરેમાં કાપા પાડીને તેમાં તૈયાર કરેલ મિશ્રણ ભરો.
4. ફણશીના અલગ વાસણમાં નાના ટુકડા કરો.
5. એક મોટા તપેલામાં કે જેનું તળિયું જાડું હોય, તેમાં ૪ ચમચા તેલ ગરમ કરવા મુકો.
6. તેલ ગરમ થઇ ગયા પછી તેમાં રાઈ અને અજમો નાખો.
7. વઘાર તૈયાર થયા બાદ તેમાં ફણશીના ટુકડા નાખો.
8. તેમાં મીઠું નાખીને ગેસ ઉપર ૫-૭ મિનીટ માટે ઉકળવા દો.
9. ભરેલા રતાળુ, શક્કરિયાં, બટાકા, રીંગણ વગેરે તપેલામાં ફણશીના ઉપર ગોઠવીને મુકો.
10. ત્યારબાદ તપેલા ને ઢાંકી દો.
11. થોડી થોડી વારે હલાવતા રહેવું, જેથી તપેલા માં ચોટી ના જાય.
12. બધા શાક ચઢી જાય પછી તેમાં તૈયાર મુઠીયા મૂકી દો.
13. ફરીથી એક વખત હલાવીને તપેલાને ફરીથી ઢાંકી ને ગેસ બંદ કરી દો.
14. ૧૫-૨૦ મિનીટ આમ રાખો.
15. ઉપર ટોપરાની છીણ, કોથમીર ભભરાવીને ગરમા ગરમ પીરસો.
|
No comments:
Post a Comment