- Take one big plate and knead Gram Flour with 2 spoon of Milk.
- Now shred dough with shredder.
- There would be fine formation of Gram Flour.
- Take big fry pan and pour Ghee for heating.
- Pour Gram Flour formation and stir at low flame.
- When it turn light brown add Khoya in to it.
- Stir and heat the mixture for 1 minute more.
- Take off fry pan from gas stove.
- Take another container and take Sugar and enough water so sugar sink in to it.
- Put container on gas stove.
- When it heats up rubs of Sugar floats at surface, take it out with spoon.
- Heat when it becomes congruent and spill smoothly from spoon.
- Mix this into Gram flour mixture and heat for 1 more minute.
- Turn off gas stove.
- Spread mixture in a large plate greased with Ghee.
- Cool it down for 10-15 minutes.
- Sprinkle Chopped Almond andPistachios and Cardamom Powder on it.
- Let it cool down for 30 minutes, then cut it in squares.
- Delicious Mohanthal is read.
| - ૧ મોટી થાળીમાં બેસન બેસનને ૨ ચમચી દૂધથી મોયી લો.
- હવે તૈયાર થયેલા ગાંગડાને ચાળણી વડે ચાળી લો.
- જેથી બેસનની નાની નાની કાંકરી તૈયાર થઇ જશે.
- એક મોટી કડાઈમાં ઘી ગરમ કરવા મુકો.
- તેમો બેસનની કાંકરી નાખો અને ધીમા તાપે શેકો.
- જયારે બેસન હલકો બદામી રંગ પકડે ત્યારે તેમાં મોળો માવો ઉમેરો.
- મિશ્રણને હલાવતા રહો અને ૧ મિનીટ જેટલું ગરમ થવા દો.
- કડાઈને ગેસ ઉપરથી ઉતારી લો.
- બીજી એક તપેલીમાં ખાંડ લો અને ખાંડ ડૂબે એટલી માત્રામાં પાણી લો.
- તપેલી ને ગેસ ઉપર ગરમ કરવા મુકો.
- ગરમ થતા ખાંડનો કચરો ઉપર આવી જશે તેને ચમચા વડે કાઢી નાખો.
- જયારે ચાસણીને ચમચીથી પાડતા એકધારે પડે ત્યારે સમજવું કે ચાસણી તૈયાર થઇ ગયી છે.
- આ ચાસણીને બેસનના મિશ્રણ સાથે ભેળવી તેને ફરીથી ૧ મિનીટ ગરમ કરો.
- ગેસ બંધ કરી દો.
- હવે મિશ્રણને ઘી લગાડેલી થાળીમાં પાથરી દો.
- ૧૦-૧૫ મિનીટ ઠંડુ પડવા દો.
- ત્યાર બાદ તેની ઉપર બદામ પીસ્તાની કતરી અને ઈલાયચી પાવડર છાંટી દો.
- ૩૦ મિનીટ ઠંડુ પડે એટલે તેના ચોસલા પાડી દો.
- તો તૈયાર છે મનમોહક મોહનથાળ.
|
No comments:
Post a Comment