- Take a container and add Gram Flour, Turmeric Powder, Salt and Asafetida, mix them well.
- Now pour butter milk and stirmixture simultaneously.
- Heat mixture on gas stove at medium flame for about 8-9 minutes.
- While heating mixturecontinuously stir it in order to avoid lump at bottom of container.
- Make sure that mixture becomes thick.
- Be cautious as the mixture splatters a lot while heating.
- Spread the hot mixture as thin as possible on a large plate greased with oil.
- Cool it for about 10-15 minutes.
- After it cools down roll up it.
- Cut in 2 Inch wide strips.
- Now heat the 2 spoon Oil in separate container.
- Add Black Mustard Seeds, Chopped Green Chilies, Sesame Seeds and Curry Leaves to it.
- Allow all the ingredient seeds to crackle.
- Spread it immediately and evenly on the prepared rolls.
- Decorate with Coriander Leaves.
- Delicious Khandavi is ready to SERVE.
| - એક તપેલી માં બેસન, હળદર, મીઠું અને ચપટી હિંગ નાખીને મિક્ષ કરી લો.
- હવે ઘટ્ટ છાશને તેમાં ઉમેરતા રહો અને સાથે સાથે હલાવતા રહો.
- હવે આ મિશ્રણને ગેસ ઉપર મધ્યમ ગતિએ લગભગ ૮-૯ મિનીટ સુધી ઉકાળો.
- મિશ્રણને ઉકળતાની સાથે સતત હલાવતા રહો જેથી તપેલીની નીચે ગઠ્ઠો જામી ના જાય.
- મિશ્રણ જાડું થયું છે તેની ખાતરી કરી લો.
- ઉકાળતી વખતે મિશ્રણ ઉછળશે, તેથી થોડું ધ્યાન રાખવું.
- મિશ્રણને ઉકળ્યા બાદ તેલ લગાવેલી મોટી પ્લેટમાં શક્ય હોય એટલું પાતળું થર પાથરી દો.
- ૧૦-૧૫ મિનીટ માટે ઠંડુ થવા દો.
- ઠંડુ થઇ ગયા પછી એનો રોલ વાળી લો.
- ૨-૨ ઇંચ ના ટુકડા પાડી દો.
- બીજી તપેલી માં ૨ ચમચી તેલ વઘાર માટે મુકો.
- તેમાં રાઈ, છુન્દેલા મરચા, તલ અને મીઠા લીમડાના પત્તા નાખો.
- બધાનો વઘાર થવા દો.
- વઘારને તૈયાર કરેલા રોલ ઉપર એક સરખી રીતે રેડી દો.
- કોથમીર ના પત્તા થી શણગારો.
- સ્વાદિષ્ટ ખાંડવી પીરસવા માટે તૈયાર છે.
|
No comments:
Post a Comment