Ingredients | સામગ્રી |
1. 250gm Pigeon Pea 2. 200gm Wheat Flour 3. 2 Spoon Turmeric Powder 4. 2 Spoon Red Chili Powder 5. 1 Spoon Carom Seed 6. 3-4 Cloves 7. 2-3 Cinnamon 8. 1 Spoon Black Mustard Seeds 9. 10-15 Curry Leaves 10. 2 Green Chilies (Cut in pieces) 11. Pinch of Asafetida 12. ½ Spoon Tamarind Paste 13. 25gm Cashew nut 14. 50gm Groundnut 15. ½ Spoon Garam Masala 16. 1 Spoon Tomatoes Paste 17. 3 Spoon Oil 18. 1 Spoon Ghee 19. Salt as per Taste | 1. ૨૫૦ ગ્રામ તુવર-દાળ 2. ૨૦૦ ગ્રામ ઘઉંનો લોટ 3. ૨ ચમચી હળદર 4. ૨ ચમચી લાલ મરચું 5. ૧ ચમચી અજમો 6. ૩-૪ લવિંગ 7. ૨-૩ તજ 8. ૧ ચમચી રાઈ 9. ૧૦-૧૫ મીઠા લીમડાના પત્તા 10. ૨ લીલા મરચા (ટુકડા કરેલા) 11. ચપટી હિંગ 12. ૧/૨ ચમચી આંબલીની પેસ્ટ 13. ૨૫ ગ્રામ કાજુ 14. ૫૦ ગ્રામ સિંગદાણા 15. ૧/૨ ચમચી ગરમ મસાલો 16. ૧ ચમચી ટામેટાની પેસ્ટ 17. ૩ ચમચી તેલ 18. ૧ ચમચી ઘી 19. સ્વાદ અનુસાર મીઠું |
Method | પદ્ધતિ |
1. Take Wheat Flour and knead with Water. 2. Add 1 spoon each of Turmeric Powder, Red Chili Powder and Carom Seed. Also add Salt as per taste. 3. Mix all of them well. 4. Now knead again with 1 Spoon Oil 5. Make Roti and cut into desired pieces to make Dhokli. 6. Wash Pigeon Pea (Tuvar Dal) with clean water and cook in pressure cooker for 10 minutes. 7. Cool it down for 15 minutes. 8. Get Pigeon Pea (Tuvar Dal) out of pressure cooker. 9. Heat 2 spoons Oil and 1 spoon Ghee in a metal bowl. 10. Pour Cloves, Cinnamon and then add Black Mustard Seeds in heated Oil/Ghee. 11. Add Curry Leaves, Green Chilies Pieces and a Pinch of Asafetida. 12. Pour cooked Pigeon Pea (Tuvar Dal) into it. 13. Add Tamarind Paste, Cashew Nuts, Groundnuts, Garam Masala, and 1 spoon Red Chili Powder, and Mix them. 14. Add Tomato Paste, 1 spoon Turmeric Powder, Salt and 2 cups of Water. 15. Let them boil properly. 16. Pour pieces of Dhokli one by one in to boiling Dal. 17. Boil for 10 minutes. 18. Serve HOT and add Ghee on it to make it TESTIER....... | 1. ત્રાસકમાં ઘઉંનો લોટ લઇને તેમાં પાણી ઉમેરો. 2. હવે તેમાં હળદર, લાલ મરચું અને અજમાની એક એક ચમચી નાખો, અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. 3. હવે બધાને બરાબર ગુંદી લો. 4. ૧ ચમચી તેલ નાખીને લોટને ફરીથી ગુંદો. 5. રોટલી વણીને ઈચ્છા મુજબ ઢોકળીના ટુકડા કાપી લો. 6. હવે તુવર-દાળને ચોક્ખા પાણીથી ધોઈને પ્રેશર કુકરમાં ૧૦ મિનીટ સુધી બાફો. 7. ૧૫ મિનીટ સુધી ઠરવા દો. 8. તુવર-દાળને પ્રેશર-કુકર માંથી કાઢી લો. 9. હવે તપેલીમાં ૨ ચમચી તેલ અને ૧ ચમચી ઘીને ગરમ કરો. 10. ઉકાળેલા તેલ/ઘીમાં લવિંગ, તજ અને રાઈ નો વઘાર કરો. 11. વઘારમાં મીઠા લીમડાના પાન, લીલા મરચાંના ટુકડા અને ચપટી હિંગ નાખો. 12. હવે તેમાં બાફેલી તુવર-દાળ ઉમેરો. 13. હવે તેમાં આંબલી, કાજુના ટુકડા,સિંગદાણા, ગરમ મસાલો અને ૧ ચમચી લાલ મરચું નાખો, બરાબર હલાવી ને મિક્ષ કરો. 14. હવે એમાં ટામેટાની પેસ્ટ, ૧ ચમચી હળદર,મીઠું અને ૨ કપ પાણી ઉમેરો. 15. બરાબર ઉકળવા દો. 16. કાપેલા ઢોકળીના ટુકડાને ઉકળતી દાળ માં એક પછી એક ઉમેરો. 17. ૧૦ મિનીટ ઉકળવા દો. 18. ગરમા ગરમ પીરસો અને સ્વાદિષ્ટ બનાવવા નાખો. |
Sunday, December 20, 2009
Dal Dhokli (દાળ ઢોકળી)
I
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment